અમદાવાદઃ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલને ૧૧ નવેમ્બરથી બીજી ડિસેમ્બર સુધી ગુજરાત બહાર જવા ગુજરાત હાઇ કોર્ટ છઠ્ઠીએ મંજૂરી આપી હતી. બીજી ડિસેમ્બરે જોકે શરતમાં કાયમી છૂટછાટ અંગે વધુ સુનાવણી યોજાશે. હાર્દિકે બિહાર સહિત અન્ય રાજ્યોમાં કોંગ્રેસ વતી ચૂંટણી પ્રચાર અને સભા સંબોધન માટે જવાની મંજૂરી કોર્ટ પાસે માગી હતી. હાર્દિક પટેલે રાજ્ય બહાર ક્યાં ક્યાં જશે? તેનું શિડ્યુલ હાઇ કોર્ટમાં રજૂ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અગાઉ રાજદ્રોહના કેસમાં હાઇ કોર્ટે હાર્દિકને ગુજરાત નહીં છોડવાની શરતે જામીન પર મુક્ત કર્યો હતો, પણ હાર્દિકને રાજ્ય બહાર જવા મંજૂરી માટે કાયદેસર કાર્યવાહીમાંથી પસાર થવું પડશે તેવું કોર્ટે જણાવ્યું હતું.