અમદાવાદઃ પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલની જામીન અરજી પર ૧૩મી જૂને બંને પક્ષે સુનાવણી પૂરી થતાં ચુકાદો અનામત રખાયો છે. સરકારી વકીલે કોર્ટમાં હાર્દિકની જામીનનો વિરોધ કરતાં કહ્યું હતું કે, હાર્દિક પર રાજદ્રોહનો ગુનો હોવાથી તેને જામીન આપી શકાય નહીં તો હાર્દિકના વકીલે કહ્યું કે, હાર્દિકની સાથેના આરોપીઓને જામીન મળ્યા છે તેથી હાર્દિકને જામીન મળવા જોઇએ અને જો તેને જામીન મળશે તો તે છ મહિના ગુજરાત બહાર રહેવા તૈયાર છે. અગાઉ હાર્દિકે જામીન મળે તોય શાંતિથી આંદોલન ચાલુ રાખવાની રજૂઆત કરી હતી.


