ગાંધીનગરઃ રાજસ્થાનના ઉદયપુરમાં મળેલી પાસના કન્વીનરોની મહત્ત્વની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ પાસના સંગઠનમાંથી કેતન અને ચિરાગ પટેલની હકાલપટ્ટી કરાઈ છે. જ્યારે પાટીદાર અનામત આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાટીદર અનામત આંદોલનને નામે હાર્દિક અને તેના કાકાએ સમાજ પાસેથી લાખો રૂપિયાનું ફંડ ઉઘરાવ્યું હોવાનો પર્દાફાશ કરતો પત્ર કેતન અને ચિરાગ દ્વારા લખીને જાહેર કરવામાં આવ્યો હતો. પત્રમાં હાર્દિક પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પાટીદાર આંદોલનને એક વર્ષ પૂર્ણ થતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે પાટીદાર સમાજે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે હું ક્યારેય નહીં તોડું. મેં ક્યારેય પણ પાટીદાર સમાજનો દુરુપયોગ નથી કર્યો અને કરવાનું વિચાર્યું પણ નથી.
‘રાવણની જેમ જ અભિમાની હાર્દિકનું પતન નિશ્ચિત’
પાસમાંથી હાકલપટ્ટી પછી ચિરાગે કહ્યું હતું કે, અભિમાન તો રાજા રાવણને પણ સાજ્યું નહોતું તો હાર્દિકની શી વિસાત! એનું પતન નિશ્ચિત જ છે. રાજકીય હાથો બનેલા હાર્દિક પટેલને અમે સમાજ વચ્ચે જઈને ઉઘાડો પાડીશું. તેના કારણે પાટીદાર સમાજને ઘણુ બધું નુક્સાન થયું છે.


