હિટ એન્ડ રન કેસમાં વિસ્મય શાહને ૫ વર્ષની સજાઃ હાઈ કોર્ટ

Tuesday 18th February 2020 05:28 EST
 
 

અમદાવાદઃ બે આશાસ્પદ યુવકનાં જીવ લેનારા હિટ એન્ડ રન કેસમાં હાઈ કોર્ટે મુખ્ય આરોપી વિસ્મય શાહને નીચલી અદાલતે ફટકારેલી પાંચ વર્ષની સજાને યથાવત રાખી છે. વિસ્મયે તેને થયેલી સજા રદ કરવા હાઈ કોર્ટમાં અપીલ કરી હતી તેને હાઈ કોર્ટે ૧૭મી ફેબ્રુઆરીએ ફગાવી દીધી છે.
વિસ્મય વતી હાઈ કોર્ટમાં વકીલ તરીકે મૌનિષ પાઠક અને યોગેશ લાખાણી હાજર હતા. નીચલી કોર્ટના હુકમમાં કોઈ જ હસ્તક્ષેપ ન કરવાના નિર્ણય ઉપરાંત હાઈ કોર્ટે વિસ્મય શાહને રૂ. બે લાખનો દંડ પણ ફટકાર્યો છે જેનો ઉપયોગ ડ્રાઈવરનો પત્તો ન મળતો હોય તેવા માર્ગ અકસ્માતોના પીડિતોને વળતર ચૂકવવામાં ઉપયોગમાં લેવા સરકારને આદેશ કર્યો છે. વિસ્મયની સજા વધારવાની સરકારની અપીલ પણ હાઈ કોર્ટે ફગાવી છે.
ઘટનાક્રમ
અમદાવાદના પ્રેમચંદનગર પાસે ૪થી ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ બાઈક પર સવાર શિવમ દવે અને રાહુલ પટેલને પૂરઝડપે કાર ચલાવતાં ફંગોળી મૂક્યા હતાં. શિવમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે રાહુલનું સારવારમાં મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ, વિસ્મય ભાગી ગયો હતો. આ અકસ્માત અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ૨૫મી ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ ફરિયાદ નોંધાઈ હતી અને વિસ્મય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ૨૭મી ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ વિસ્મયની ધરપકડ કરાઈ હતી અને કાર્યવાહી આગળ ચાલી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter