અમદાવાદઃ વર્ષ ૨૦૧૩માં પૂર ઝડપે બીએમડબલ્યુ હંકારી બાઇક પર જતાં બે યુવકોને હડફેટે લઈને તેમનાં મોત નીપજાવાના કેસમાં આરોપી વિસ્મય શાહને સુપ્રીમ કોર્ટે રાહત નહીં આપતાં તેને ૪૭ મહિનાની જેલ ફટકારાઈ છે. વિસ્મયને પાંચ વર્ષ જેલની સજા થઈ હતી તેમાંથી ૧૩ મહિના તે જેલમાં રહ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાહત નહીં આપતા વિસ્મય શાહ તેના પરિવાર સાથે ૨૧મી ઓગસ્ટે ગ્રામ્ય જિલ્લા કોર્ટ સમક્ષ હાજર થઇ શરણ થવાની અરજી કરી હતી. જોકે કોર્ટે કહ્યું હતું કે, જેલમાં હાજર થાવ. કોર્ટના વલણથી વિસ્મય શાહ સાબરમતી જેલમાં ગયો હતો.