રાજકોટ: શહેરના રામનાથપરામાં રહેતા બંગાળી યુવાનો મુસ્તકીમ નરુ ઇસ્માઇલ નામદાર અલીશેખ અને તેનો મિત્ર રાહીદ રાત્રે બાઈક પર દોઢસો ફૂટ રિંગ રોડ પર ચા પીવા નીકળ્યા હતા ત્યારે કે કે વી હોલ પાસે એક પૂરઝડપે ધસી આવેલી નંબર વગરની ફોર્ચ્યુન કારના ચાલકે બાઈકને અડફેટે લેતાં બંને યુવાનોનાં મૃત્યુ નીપજ્યાં હતાં.
પોલીસે મુસ્તકીમના પિતા નરુ ઈસ્માઈલની ફરિયાદ પરથી અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ આગળ ચલાવી છે. બંને યુવાનો સોનીબજારમાં મજૂરી કામ કરતા હતા અને કોલકતાના હતા. પોલીસે કે કે વી હોલ ચોકમાં લગાવાયેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે કારના માલિકની શોધખોળ આદરી છે.

