અમદાવાદઃ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ ખાતેના પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં ‘સ્વામિનારાયણ હિન્દુઇઝમ: ટ્રેડિશન એડેપ્ટેશન આઇડેન્ટિટી’ પુસ્તકનું રવિવારે વિમોચન રાજ્યપાલ ઓ. પી. કોહલીએ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પુસ્તકનું સંપાદન અમેરિકાની વેબશ કોલેજના તત્ત્વજ્ઞાન અને ધર્મના પ્રોફેસર એમેરેટ્સની સાથે સંસ્થાપક-નિયામક એવા વિદેશી વિદ્વાન પ્રો. રેમન્ડ બ્રેડી વિલિયમ્સે કર્યું છે. આ પુસ્તકના અન્ય યુવા સંપાદક પ્રો. યોગી ત્રિવેદી કોલંબિયા યુનિ.માં પત્રકારત્વ વિભાગમાં એડજન્ટ પ્રોફેસર હોવાની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તિ પદો પર પીએચ.ડી. કરી રહ્યાં છે

