૧૦ કરોડ લીટર ખારા પાણીમાંથી ૪ કરોડ લીટર પીવાલાયક બનશે

Wednesday 02nd May 2018 06:36 EDT
 

ગાંધીનગરઃ નર્મદાનું પાણી ના મળી શકે એવા સંજોગોમાં પણ સૌરાષ્ટ્રના લોકોને પીવાનાં પાણીની તકલીફ ના પડે એ માટે મોરબી અને જામનગર જિલ્લાના માળિયા-જોડિયાની વચ્ચે દરિયાકિનારાની નજીક પી.પી.પી. મોડેલ પર ડિસેલિનેશન પ્લાન્ટ કાર્યરત થશે. આ પ્લાન્ટની ક્ષમતા ૧૦૦ એમએલડી (રોજનું ૧૦ કરોડ લીટર) એટલે કે ૧૦ લાખ લોકોની દૈનિક પાણીની જરૂરિયાત પૂર્ણ કરી શકે તેટલી હશે. આ પ્લાન્ટમાંથી મળનારું પાણી ૧ લીટર દીઠ ૫ રૂપિયા ૭ પૈસામાં પડશે. ૧૦૦ એમએલડી પાણીના શુદ્ધિકરણ માટે અંદાજે ૨૩૭ એમએલડી પાણી દરિયામાંથી ખેંચવામાં આવશે. પીવાના પાણીના કાયમી વિકલ્પ તરીકે દરિયાનાં ખારાં પાણીને પીવાલાયક બનાવતો પ્લાન્ટ નાખનારું ગુજરાત, તમિલનાડુ બાદ દેશનું બીજું રાજ્ય બનશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter