જયપુરના મનીષ મીડિયા દ્વારા પ્રકાશિત આ દળદાર કોફી ટેબલ બુકમાં વિવિધ ૧૪ દેશોમાં વસતાં જાણીતા ૧૦૦ અગ્રણી ગુજરાતીઓ કે જેમણે વિશ્વભરમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે અને ગુજરાત માટે કંઇક પ્રદાન આપવા તેઓ હંમેશા તત્પર રહે છે તેવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મનીષ મીડિયાના ચેરમેન ચાંદમલ કુમાવતે જણાવ્યું હતું કે, આ કોફીટેબલ બુક ગુજરાતીઓનું સન્માન કરવા માટે પ્રકાશિત કરવામાં આવી છે, જેની પાંચ હજાર નકલ તૈયાર કરવામાં આવશે. આ બુક ઓનલાઇન પણ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ગુજરાતની જાણીતી લાયબ્રેરીમાં આ બુક નિઃશુલ્ક પહોંચાડવામાં આવશે. ‘જ્વેલ્સ ઓફ ગુજરાત-લીડિંગ ગ્લોબલ ગુજરાતી પર્સનાલીટીઝ’માં અમેરિકાના સૌથી વધુ ગુજરાતીઓ છે, ત્યારબાદ કેન્યાના અને ભારતના ૧૦ મહાનુભાવોનો સમાવેશ થાય છે. જોકે, આ ૧૦૦ વ્યક્તિઓમાંથી ૯૮ ગુજરાતીઓ અત્યારે જીવિત છે. બુકમાં સમાવિષ્ટ વૈશ્વિક ગુજરાતીઓ પૈકીના મોટાભાગના લોકો આ વિમોચન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં યુકેથી પ્રીતિ પટેલ- એક્સચેકર સેક્રેટરી અને એમપી, સી.બી. પટેલ-પ્રકાશક અને તંત્રી ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ’, સી. કે. પટેલ-પૂર્વ પ્રમુખ, નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન-અમેરિકન એસોસિએશન, અમર અને કમલ દોલતાન, નીતિન શાહ-કિન્ના ગાંધી, ગણપત યુનવર્સિટીના ગણપતભાઇ પટેલ અને મંજુલાબેન પટેલ, અનિલ ખીમજી-અનિતા ખીમજી, કિરણ આશર-જયશ્રી આશર, કનક ખીમજી-કલ્પના ખીમજી વગેરે.
પુસ્તકમાં કોણ કોણ
લોર્ડ ડોલર પોપટ
યુએસ કોંગ્રેસમેન એમી બેરા
મુકેશ અંબાણી
સર જયંતીલાલ ચન્દે
સી.બી. પટેલ
સુનિતા વિલિયમ્સ વગેરે
પુસ્તકની વિશેષતા
૫૦૦ પાનનું પુસ્તક, ૧૦૦ વૈશ્વિક ગુજરાતીઓનું જીવન કવન, વ્યક્તિ દીઠ ચાર પાનની ફાળવણી, આ પુસ્તક અંગ્રેજીમાં છે, ૧૦૦માંથી ચાર મહિલાઓની પ્રોફાઇલ પણ તેમાં છે.