સુરત: સુરત આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગ વરાછાની દિયોરા એન્ડ ભંડારી કોર્પોરેશન પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રૂ. ૮૬ કરોડની કિંમતના ૧૦ લાખ નંગ હીરા કબજે કરાયા હતા. ૧૫થી વધુ દિવસ વીતી ગયા છતાં આ હીરા લેવા માટે કોઈ આઇટી સમક્ષ આવ્યું નથી. જે પેઢી પર દરોડા પડ્યા હતા તે હીરા સ્કેનિંગ કરવાની સર્વિસ આપતી હતી એટલે તેને ત્યાં ૮૫૦ જેટલી નાની-મોટી હીરા કંપનીઓએ આ હીરા સ્કેનિંગ માટે આપ્યા હતા. આખરે દિયોરા એન્ડ ભંડેરી કંપનીએ આઇટીને કહ્યું કે, હીરા લેવા કોઈ ન આવતું હોવાથી તમામ હીરા અમને પાછા આપી દો, અમે ટેક્સ ભરી દઈશું.
૮૦૦ કાપલીના ફોટા લેવાયા
દિયોરા એન્ડ ભંડેરીએ ૩જીએ લેખિતમાં એવી બાંહેધરી આપી હતી કે જો જે પાર્ટીના આ ડાયમંડ છે તે લેવા નહીં આવે તો તે પોતે આ ડાયમંડ પોતાના હોવાનું માનીને તેની પર ટેક્સ ભરી દેશે. આથી ડિપાર્ટમેન્ટે આ ડાયમંડ રિલીઝ કર્યાં હતાં. બીજી તરફ ૧૨૦૦ મશીનરી પણ રિલીઝ કરવામાં આવી છે, પરંતુ તેનું સર્વર ડિપાર્ટમેન્ટના હાથમાં છે. આ ઉપરાંત વિવિધ પાર્ટીઓ કે જેઓએ ડાયમંડ સ્કેનિંગ માટે મોકલ્યા હતા તેની કાપલીના ફોટા પણ લેવાયા હતા. તો ટેક્સ ૧૩૦ ટકા વધુ ભરવો પડે. આ સર્ચ ઓપરેશન હોવાથી તેની પર ડિપાર્ટમેન્ટ પેનલ્ટી અને વ્યાજ સહિત કુલ ૧૩૦ ટકા સુધીનો ટેક્સ ભરવો પડી શકે છે.

