૧૪૨૩ ગ્રામ પંચાયતોની ચૂંટણી ચોથી ફેબ્રુઆરીએ

Wednesday 10th January 2018 07:03 EST
 
 

ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યાં છે. પ્રથમ તબક્કે ૧૪૨૩ ગ્રામ પંચાયતની ચૂંટણી ૪ ફેબ્રુઆરીએ યોજવાનું જાહેરનામું રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ૧૫ જાન્યુઆરીએ ચૂંટણીની નોટિસ પ્રસિદ્ધ થશે. ૨૦મી સુધીમાં ઉમેદવારીપત્રો રજૂ કરી શકાશે. ૨૨મીએ ચકાસણી અને ૨૩મી સુધીમાં પરત ખેંચી શકાશે. ૪ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જ્યારે ૬ઠ્ઠી ફેબ્રુઆરીએ મત ગણતરી થશે. આ ચૂંટણીમાં તમામ મતદાન મથકોએ ઇવીએમ મૂકાશે. જ્યારે નોટાનો પણ અમલ થશે. ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણી પાર્ટીના સિમ્બોલથી લડાતી નથી પરંતુ બંને પક્ષો દ્વારા પોતાની વિચારધારા ધરાવતા ઉમેદવારોને જીતાડવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. હવે બીજા તબક્કે ૪૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત અને બે જિલ્લા પંચાયતની ચૂંટણીનું જાહેરનામું ટૂંકમાં બહાર પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter