૧૪૯૧ ગ્રામ પંચાયતોમાં કુલ ૮૦.૫૨ ટકા મતદાન

Wednesday 12th April 2017 08:15 EDT
 
 

અમદાવાદઃ રાજ્યમાં ૧૪૯૧ ગ્રામ પંચાયતોની ભારે રસાકસીભર્યા વાતાવરણમાં ચૂંટણીઓ યોજાઇ હતી. જેમાં કુલ મળીને સરેરાશ ૮૦.૫૨ ટકા મતદાન નોંધાયું હતું. કુલ ૧૮૨૮ ગ્રામ પંચાયતો પૈકી ૩૪૯ પંચાયતો સમરસ જાહેર કરાઇ હતી જયારે અન્ય પંચાયતોમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થઇ હતી. સુરત જિલ્લામાં સૌથી વધુ ૮૯.૭૩ ટકા મતદાન થયું હતુ જયારે બોટાદમાં સૌથી ઓછુ ૬૪.૩૯ ટકા મતદાન થયુ હતું. આણંદ, પોરબંદર, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, ભરૂચ, વડોદરા, જૂનાગઢ, ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાં મતદાન વખતે ઇવીએમમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાયા હતાં. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter