ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કેન્દ્રની મોદી સરકારની ત્રણ વર્ષની કામગીરી તથા ગુજરાત સરકારની કામગીરીના પ્રચાર માટે કર્ણાટકમાં હતા. સોમવારે યોજાયેલા ‘સબ કા સાથ સબ કા વિકાસ’ સંમેલનમાં તેમણે ભાગ લીધો હતો તથા હુબલીમાં પત્રકાર પરિષદને પણ સંબોધી હતી. કર્ણાટકમાં રૂપાણીએ જાહેરાત કરી હતી કે, પ્રધાનમંત્રી જનઔષધિ યોજના હેઠળ ગુજરાતમાં જેનેરિક દવાઓના વેચાણ માટે ૨૫૦થી વધુ સ્ટોર ખૂલ્યાં છે અને ૧૫મી ઓગસ્ટ સુધીમાં આ સ્ટોરની સંખ્યા ૫૦૦ જેટલી થશે.

