આણંદઃ તળપદના સાબિરમિયાં કાઝી સાઉદી અરબના અલ ખોબર શહેરમાં અલસાદ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરવા માટે ગયા હતા, પરંતુ આઠેક માસથી કંપનીની સ્થિતિ કંગાળ થતાં તેમાં કામ કરતા કર્મચારીઓને પગાર મળતો નથી. આ રીતે દેશભરમાંથી ગયેલા ૧૫૦૦ યુવક કંપનીમાં કામ કરે છે, જેમાં ૧૫૦થી વધુ ગુજરાતી યુવકો હોવાનું બહાર આવ્યું છે. આ અંગે સાંસદ દિલીપ પટેલને કરતા તેમણે વિદેશ પ્રધાનને રજૂઆત કરવાની ખાતરી આપી છે.

