અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ ૨૬ જાન્યુઆરીનાં રોજ દેશમાં રાષ્ટ્રપતિનાં હસ્તે બાળ વીરતા પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાંથી સમૃદ્ધિ સુશીલ શર્માની પસંદગી કરવામાં આવી છે.
આ પુરસ્કાર માટે દેશભરમાંથી માત્ર ૧૮ સાહસિક બાળકોની પસંદગી કરવામાં આવી છે. પસંદગી કરવામાં આવેલી સાહસિક સમૃદ્ધિની વાત કરીએ તો, તેણે તેનાં ઘરમાં માસ્ક પહેરીને એક શખ્સ ઘુસી આવ્યો હતો. તે તેનાં ઘરમાં લૂંટ મચાવવા આવ્યો હતો. પણ સમૃદ્ધિ તેનાંથી ડરી નહીં અને તેણે મક્કમતાથી મુકાબલો કરીને ચોરને ભગાવવામાં સફળતા મેળવી હતી.
આ સમયે તેનાં હાથમાં ઇજા થઇ હતી. જીવનાં જોખમે તે ચોર સામે ઝઝૂમી હતી. જે બાદ રાજ્ય સરકારે વીરતા પુરસ્કાર માટે કેન્દ્ર સરકારને નામ મોકલ્યું હતું. જેને કેન્દ્ર સરકારે પસંદ કર્યું છે.