અમદાવાદઃ ખેડાના નરસંડા ગામમાં રહેતા કાશીબહેન આશાભાઈ પટેલ અને તેમની પુત્રી ઇંદિરાબહેન મૂળ કેન્યાનું નાગરિકત્વ ધરાવતા હતા. બાદમાં તેઓ ૧૯૭૨માં ભારતમાં આવી રહેવા લાગ્યા હતા. ઇંદિરાબહેને ખેડાના ડભાણના પ્રવીણભાઈ મગનભાઈ પટેલ સાથે લગ્ન કર્યાં હતાં, પણ ઇંદિરાબહેને ખેડામાં જન્મ થયાની ખોટી એફિડેવિટ બનાવી હતી અને પાસપોર્ટ મેળવ્યો હતો.
આ પાસપોર્ટ આધારે અમેરિકામાં રહેતી માસી સાસુની દીકરી ધર્મિષ્ઠા સુનીલ પટેલના ઘરે ૧૯૯૬માં ઇંદિરાબહેન ગયા હતા. બાદમાં તે મજૂરી કરાવતા હોવાથી તેઓ પાછા આવ્યા, પરંતુ પાસપોર્ટ ધર્મિષ્ઠા પટેલે લઈ લીધો હતો. ઇંદિરાબહેને ખોટા દસ્તાવેજોને આધારે નવો પાસપોર્ટ કઢાવ્યો અને બ્રિટન જવા પ્રયાસ કર્યા.
આ કૌભાંડની શરૂઆત ૧૯૮૮માં થઈ હતી. નનામી અરજી આધારે ક્રાઈમબ્રાન્ચે તપાસ આદરી અને માર્ચ ૨૦૧૨માં તપાસ પૂર્ણ થતાં વડી કચેરીએ ગુનો દાખલ કરવા પરવાનગી માગી. માર્ચ ૨૦૧૮માં મંજૂરી આવતા આ અંગે ગુનો દાખલ થયો હતો.

