અમદાવાદઃ મુંબઈના ૧૯૯૩ના સિરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા કદીર અહેમદની ઉત્તર પ્રદેશના તેના વતનથી ગુજરાત અને ઉત્તર પ્રદેશ એન્ટી ટેરેરિસ્ટ સ્કોવર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન દ્વારા નવમી જુલાઈએ ધરપકડ કરી હતી. કદીરે મુંબઈ બ્લાસ્ટ માટે ટાઈગર મેમણે મોકલાવેલા શસ્રો અને આરડીએક્સ જામનગર દરિયાકિનારે ઉતાર્યા હતા. તેની સામે ટાડા (ટેરરિસ્ટ એન્ડ ડિસ્પર્ટીવ એક્ટિવીટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ ગુનો નોંધાયો હતો અને ૨૪ વર્ષથી તે ફરાર થઈ ગયો હતો.


