અમદાવાદઃ ૨૦૦૮ના ચકચારી અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ આતંકવાદી અબ્દુલ સુભાન કુરેશી (ઉં વ ૪૭)ને દિલ્હીની સ્પેશ્યલ સેલ પોલીસે ઝડપી લીધો એ પછી ક્રાઈમ બ્રાંચે ટ્રાન્સફર વોરન્ટને આધારે તેનો કબજો મેળવ્યો હતો. બ્લાસ્ટ કેસના મુખ્ય આતંકવાદીઓ સાથે કાવતરું ઘડનારા કુરેશીની પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી બહાર આવશે એવું ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશના અને મુંબઈના મીરાં રોડમાં રહેતા અબ્દુલ સુભાન કુરેશી ઊર્ફે અબ્દુલ રહેમાન ઊર્ફે કાસીમ ઊર્ફે તૌકીર મહંમદ કુરેશીને એસઓજી ક્રાઈમની ટીમ ચાર્ટર પ્લેનમાં દિલ્હીથી બીજી માર્ચે તપાસ માટે અમદાવાદ લાવી હતી. કોર્ટે તેને ૨૦ દિવસના રિમાન્ડ આપ્યા છે.


