અમદાવાદઃ ચૂંટણી પંચ દ્વારા ગુજરાત લોકસભા-૨૦૧૯ની ચૂંટણીના સંવેદનશીલ મતદાન કેન્દ્રો જાહેર કરવામાં આવ્યાં છે. મહત્ત્વનું છે કે ગુજરાત લોકસભા ૨૦૧૪ની ચૂંટણી સરખાણીમાં આ વખતેની ચૂંટણીમાં બે ગણા વધુ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરાયા છે. ગત ચૂંટણીમાં આખા રાજ્યમાં ૧૦,૭૭૫ કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયા હતા. જ્યારે આ વખતે રાજ્યના ૨૧ હજાર કેન્દ્રોને સંવેદનશીલ જાહેર કર્યા છે.
દર વખતે ચૂંટણીનું જાહેરનામુ બહાર પડ્યાના થોડા દિવસો બાદ ચૂંટણી પંચ દ્વારા સંવેદનશીલ કેન્દ્રોની યાદી જાહેર કરી દેવામાં આવતી હતી. જોકે આ વખતે પંચે નિયમમાં ફેરફાર કરીને ઉમેદવારોના ફોર્મ ભરાયા બાદ જ સંવેદનશીલ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યાં છે

