૨૬ મિનિટના ભાષણમાં ૫૦ વખત ‘ઈન્ડિયા’

Thursday 27th February 2020 02:36 EST
 
 

અમદાવાદઃ પ્રમુખ ટ્રમ્પ સળંગ ૨૬ મિનિટ સુધી બોલ્યા હતા. આ દરમિયાન તેમણ ‘ઈન્ડિયા’નું નામ ૫૦ વખત ઉચ્ચાર્યું હતું. આમ સરેરાશ એક મિનિટમાં બે વખત તેમણે ભારતનું નામ લીધું હતું. ૨૩ વખત અમેરિકાનું નામ બોલ્યા હતા. 

આ ઉપરાંત રાષ્ટ્રપિતા ગાંધીજીનું નામ બે વખત, સરદાર પટેલનું નામ એક વખત લીધું હતું. ‘ગુજરાત’ અને ‘મોટેરા’ શબ્દો બે વખત ઉચ્ચાર્યા હતા.
કુલ ૧૨ વખત પ્રાઈમ મિનિસ્ટર મોદીનું નામ લીધું હતું. પાકિસ્તાને આતંકવાદનો ખાતમો બોલાવવો જોઈએ એવો મેસેજ આપ્યો ત્યારે ચાર વખત પાકિસ્તાનનું નામ લીધું હતું. ‘વર્લ્ડ’ શબ્દનું ઉચ્ચારણ ૧૧ વખત કર્યું હતું. ‘મિલિટરી’ શબ્દ સાત વખત, ‘ટેરેરિઝમ’ શબ્દ સાત વખત, ‘ટ્રેડ’ ચાર વખત અને ‘ઈકોનોમી’ શબ્દ પાંચ વખત બોલ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter