ગાંધીનગર: કલ્ચરલ ફોરમના નવરાત્રિ મહોત્સવમાં આસો સુદ આઠમે યોજાતી મહાઆરતીમાં આ વર્ષે ૩૦ હજાર જેટલા દીવડાના ઝગમગાટમાં ગાંધી બાપુ ઝળક્યા હતા. લગભગ ૩૦ હજાર લોકોએ હાથમાં દીવડા લઈ મહાત્મા ગાંધીની આકૃતિ સર્જી હતી. લોકોએ હાથમાં દીવડા લઈને મા આદ્યશક્તિની મહાઆરતી ઉતારી ત્યારે વિશાળ મેદાનમાં એકસાથે ૩૦ હજાર જેટલા દીવડા ઝગમગાટથી અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. મહાઆરતીમાં સહભાગી થવાનો લહાવો લેવા માનવ મહેરામણ ઉમટ્યું હતું. ગાંધીનગર કલ્ચરલ ફોરમ સ્થાપનનું ૨૫મું પ્રસન્નતા વર્ષ તરીકે ઊજવી રહ્યું છે ગાંધીનગરનો સ્થાયી ભાવ બને એવી ભાવના અને મનોકામના સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમે મહાઆરતીનું આયોજન કર્યું હતું. આ આયોજનને ગાંધીનગરના અને આસપાસના લાખ્ખો લોકોએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો.


