અમદાવાદ: ગુરુ શિષ્યના સંબંધને લાંછન લગાડતો કિસ્સો વસ્ત્રાલમાં બન્યો છે. વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો ૧૬ વર્ષીય કિશોર ધોરણ ૧૦માં નાપાસ થયો હતો. તેથી તેના પરિવારે તે બીજી વખત પરીક્ષા આપી ધોરણ ૧૦માં પાસ થાય તેનું અલગ અલગ વિષયમાં ટ્યૂશન બંધાવવાનું નક્કી કર્યું હતું. દરમિયાનમાં પોતાની સોસાયટી નજીક રહેતી વર્ષીય મૈત્રી (નામ બદલ્યું છે) નામની શિક્ષિકા પાસે તેનું ટ્યૂશન બંધાવ્યું હતું. શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચે પ્રેમ થતાં બંને ભાગી ગયા હતા.
છેલ્લા મહિનાથી મૈત્રી કિશોરને ટ્યૂશન આપતી હતી. જે દરમિયાન ટ્યૂશનમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ગત ૧જૂને કિશોર તેના ઘરેથી બાઈક લઈને નીકળી ગયો હતો. પરિવારે રામોલ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં તેના મોબાઈલની કોલ ડિટેલ્સ પણ પોલીસે મેળવી હતી. બીજી તરફ રામોલ પોલીસ સ્ટેશનમાં ૪૦ વર્ષીય મૈત્રી ગુમ થયાની જાણ તેના પતિએ કરી હતી. દરમિયાનમાં તેના પતિની પૂછપરછમાં તે કિશોરના ત્યાં ટ્યૂશન કરાવવાનું ખૂલ્યું હતું. તેથી રામોલ પોલીસે તેના પણ ફોન નંબરની વિગતો કઢાવી હતી. જેમાં કિશોર અને શિક્ષિકા મૈત્રી બંને એકીબીજાના સંપર્કમાં હોવાનું બહાર આવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી.
પોલીસે બંનેના મોબાઈલ પરથી તપાસ કરતાં બંને છેલ્લે ભરુચ જોડે હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ૩ મહિના કિશોરના ઘરે મૈત્રી ટ્યુશનમાં ગઈ હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ થતાં બાઈક લઈ ભાગ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. કિશોર જે બાઈક લઈને ગયો હતો. તે મળી આવ્યું નથી. શિક્ષિકા મૈત્રીને ૧૨ વર્ષીય પુત્રી અને ૧૦ વર્ષનો પુત્ર છે. તેનો પતિ ફાઇનાન્સનું કામ કરે છે. શિક્ષકા ચાર વર્ષ અગાઉ પણ ૨૬ વર્ષીય યુવકને લઈને પણ ભાગી ગઈ હતી.

