અમદાવાદ: ગુજરાતમાં ભાજપને સરેરાશ ૯૯ બેઠકો મળી અને સરકાર ભાજપની બનશે, પણ મતદાન અંગે રાજ્યમાં ઘણી ઉદાસીનતા દેખાઈ છે. બંને તબક્કામાં થઈને સરેરાશ મતદાન ૬૭.૭૨ ટકા થયું છે. જ્યારે ૨૦૧૨માં ૭૧.૨૯ ટકા મતદાન નોંધાયું હતું. આમ ૩.૫૭ ટકા મત આ ચૂંટણીમાં ઓછા પડ્યા છે. જોકે ૨૦૧૨ની સરખામણીમાં ભલે મતદાન ઓછું થયું, પણ ૫૫ વર્ષની સરખામણીમાં બીજું સૌથી વધુ મતદાન હતું. ૨૦૧૨ને બાદ કરીએ તો ૧૯૬૨ બાદ ક્યારેય ૬૫ ટકાથી વધુ મતદાન થયું નથી.
૮૮૬ ઈવીએમ અને ૮૨૬ વીવીપેટમાં ખામી
બીજા તબક્કાની ચૂંટણીના મતદાન દરમિયાન ૮૮૬ જેટલા ઇવીએમ અને ૮૨૬ વીવીપેટ મશીનોમાં ખામી સર્જાઇ હતી. જોકે, પંચ દ્વારા તાત્કાલિક તેને બદલીને મતદાન પુનઃ શરૂ કરાવાયું હતું. ચૂંટણીમાં ઇવીએમના ૨૭,૫૬૧ બેલેટ યુનિટ, ૨૫,૫૭૫ કંટ્રોલ યુનિટ અને તેટલા વીવીપેટ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૪૨૫૨ કંટ્રોલ યુનિટ અને ૬૯૨૮ વીવીપેટ રિઝર્વ રાખવામાં આવ્યા હતા. વખતે મતદાન મથકો વચ્ચે ક્લસ્ટર બનાવીને તેમાં રિઝર્વ મશીનો રખાયા હોવાથી રિપ્લેસમેન્ટ ઝડપથી થઇ શક્યું હોવાનો દાવો ચૂંટણી પંચે કર્યો હતો. ૧૪ પૈકી ૭ જિલ્લામાંથી ઇવીએમ બ્લુટૂથ વડે કનેક્ટ થતું હોવાની ફરિયાદો ચૂંટણી પંચને મળી હતી. જેના પગલે કલેક્ટર પાસેથી અહેવાલ મંગાવાયો હતો, પરંતુ ચૂંટણી
પંચને એકપણ ફરિયાદમાં તથ્ય જણાયું હતું.


