અમદાવાદ: સુપ્રીમ કોર્ટના સિનિયર જસ્ટીસ જે. ચેલમેશ્વરે ૧૬મી સપ્ટેમ્બરે અમદાવાદમાં આવેલી જીએલએસ લો કોલેજમાં લેકચર સિરીઝમાં બોલતા જણાવ્યુ હતું કે, દેશના ૭૦ ટકા લોકો ભૂખ્યા હોય ત્યારે તે દેશને ગણતંત્ર ન કહી શકાય. તાજમહેલ બંધાયો ત્યારે પણ દેશના કેટલાક લોકોના હાથમાં જ અઢળક સમૃદ્ધિ હતી જયારે આજે પણ તે સ્થિતિમાં ઘણો મોટો બદલાવ આવ્યો હોય તેવું નથી. દેશના બંધારણના આમુખમાં જ દેશના તમામ નાગરિકોને સમાન અધિકાર અને સુખાકારીની ભાવના વ્યકત કરાઈ છે ત્યારે આજે પણ હજુ તે ધ્યેય સુધી પહોંચવાનું બાકી છે.

