૮ વર્ષની પલ શિંગાળા વર્લ્ડ જુનિયર ગોલ્ફમાં ભાગ લઈને ઈતિહાસ રચશે

Saturday 28th July 2018 07:25 EDT
 
 

અમદાવાદઃ શહેરની આઠ વર્ષીય ગોલ્ફર પલ શિંગાળાએ અમેરિકામાં યોજાનારી વર્લ્ડ જુનિયર ગોલ્ફ ચેમ્પિયનશીપમાં ક્વોલિફાય થઈને ઈતિહાસ રચી દીધો છે. હવે તે આગામી બે થી ચાર ઓગસ્ટ દરમિયાન અમેરિકાના નોર્થ કેરોલિનાના પીનેહુર્સ્ટમાં યોજાનારી જુનિયર વર્લ્ડ ગોલ્ફમાં ભાગ લઇને ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
પલ વર્લ્ડ જુનિયર ગોલ્ફમાં ક્વોલિફાય થનારી ગુજરાતની સૌ પ્રથમ ખેલાડી બની ગઈ છે. જ્યારે તેની કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેનારી તે એકમાત્ર ભારતીય ખેલાડી છે.
ગુજરાતની પ્રતિભાશાળી ગોલ્ફર પલ શિંગાળા વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ૫ થી ૧૨ વર્ષના વયજૂથમાં ૫૦ દેશોના ૧,૫૦૦ જેટલા ખેલાડીઓ સાથે ભાગ લેશે. પલ શિંગાળા ગુરુગ્રામમાં યુએસ કિડ જુનિયર ગોલ્ફ ચેમ્પિયનશીપથી ક્વોલિફાય થઈ હતી અને હવે તે વર્લ્ડ લેવલની ઈવેન્ટમાં પર્ફોમન્સ આપવાની તૈયારી કરી રહી છે.
હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા જૂનાગઢના વતની એવા શિંગાળા પરિવારની આ નાનકડી ખેલાડીએ આઇજીયુ ફિડેર ટુર - ૨૦૧૮માં નોંધપાત્ર દેખાવ કરતાં તેના એજ ગૂ્રપમાં મુંબઈ, પૂણે અને બરોડા ખાતે ટાઈટલ જીત્યા હતા અને તેના એજ ગ્રુપમાં ટોપ ઓર્ડર ઓફ મેરિટ મેળવ્યું હતું.
વર્ષ ૨૦૧૭માં પણ તેણે બે ટાઈટલ્સ જીત્યા હતા. પલ અત્યાર સુધી લોકલ, ઝોનલ તેમજ નેશનલ્સમાં કુલ ૫૦થી વધુ ટાઈટલ જીતી ચૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter