૮૦ હજાર લાકડાના કટકામાંથી મોદી અને હીરાબાનું આર્ટ

Friday 25th September 2020 04:40 EDT
 
 

સુરતઃ વડા પ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતના વેસુ વિસ્તારમાં એક પ્રતિકૃતિ પ્રદર્શિત થઈ હતી. મૈસૂરમાં તૈયાર થયેલી આ પ્રતિકૃતિમાં માતૃપ્રેમ દર્શાવાયો છે. આ કૃતિમાં વડા પ્રધાન મોદીને આશીર્વાદ અને પ્રેમ આપતાં હીરાબાની પ્રતિકૃતિ છે. ૨૪ કલાકારોએ ૧૨ મહિના સુધી મહેનત કરીને આ વૂડ ઈન લે આર્ટ તૈયાર કર્યું છે. આ પ્રતિકૃતિ ૭ ફૂટ પહોળી અને ૫ ફૂટ ઊંચી છે.
આ આર્ટમાં બનેલું મોદીજી અને હીરાબાનું ચિત્ર ૧૦ હજાર પ્રકારના લાકડાના અલગ અલગ પ્રકારના કટકાઓને ચોંટાડીને બનાવાયું છે. આર્ટમાં કુલ ૮૦ હજાર લાકડાના ટુકડાને એવી રીતે જોડાયાં છે કે જેથી નરેન્દ્ર મોદી અને તેમનાં માતા હીરાબાના પ્રેમને આબેહૂબ વ્યક્ત કરી શકાય.
મરણ પથારીએ પડેલી કળાને જીવંત રાખવા પ્રયાસ
આ આર્ટમાં પ્રદાન કરનારા ભાનુ પ્રકાશે જણાવ્યું હતું કે, વૂડન આર્ટને વૂડ ઈન લે આર્ટ કહીએ છીએ. હવે આ આર્ટ મરણ પથારીએ છે જેથી અમે આ કળાને જીવંત રાખવા માટે આ મોટું આર્ટ બનાવ્યું છે. પ્રતિકૃતિનું નામ ‘મધર્સ લવ’ આપ્યું છે. ૨૫ કલાકારોએ આ આર્ટ બનાવવા કામ કરીને એક વર્ષની મહેનતથી મોદીજી અને હીરાબાને દર્શાવતી કૃતિ બનાવી છે.
વિશાલભાઈ કાસુંદ્રા જણાવે છે કે, અમે આ આર્ટને પ્રમોટ કરી રહ્યાં છીએ. કર્ણાટક મૈસૂરની આ ચારસો વર્ષ જૂની પદ્ધતિ છે. જેને પ્રોત્સાહન કરવા માટે આ વર્ક બનાવ્યું છે. આ આર્ટ માટે માતૃપ્રેમનો વિચાર આવ્યો અને મોદી સાહેબ અને તેમના માતાના પ્રેમને દર્શાવતું આ વર્ક તૈયાર કર્યું છે. જેને આજે વડા પ્રધાનના જન્મદિવસ નિમિતે લોકો સમક્ષ સૌ પ્રથમવાર સુરતમાં મૂકવામાં આવ્યું છે. વિશ્વનું વૂડ ઈન લે આર્ટ પ્રકારનું આ સૌથી મોટું આર્ટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter