૮૧ પદયાત્રીઓમાં માત્ર ૫ મહિલા

Thursday 18th March 2021 05:31 EDT
 

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીનો પ્રારંભ સાબરમતી આશ્રમથી દાંડીયાત્રાને પ્રસ્થાન સાથે કરાવ્યો હતો.
૫ એપ્રિલ સુધી ચાલનારી આ ૨૭૨ કિલોમીટની દાંડી યાત્રામાં રાજ્યભરના કુલ ૮૧ પદયાત્રીઓ જોડાયા છે. અમદાવાદથી દાંડી સુધીની આ પદયાત્રામાં જોડાનારા ૮૧ પદયાત્રીમાંથી ૩૪ સ્પોર્ટ્સ કોચ છે.
આ સિવાય ૧૯ સામાજીક કાર્યકરો, ૮ વિદ્યાર્થીઓ, ૪ ખેલાડી, ૩ બિઝનેસમેન, ૩ ફિઝિયોથેરપિસ્ટ, ૩ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા, ૩ ખાનગી કંપનીમાં નોકરી કરનારા, ૧ શેફ, ૧ યોગ શિક્ષક અને ૧ ઈલેક્ટ્રિક કન્સલ્ટન્ટનો સમાવેશ થાય છે. જોકે, આ ૮૧ પદયાત્રીઓમાં માત્ર પાંચ મહિલાઓ છે.
આ ઉપરાંત ૫૦થી વધુ વયના માત્ર એક પદયાત્રી છે. અમદાવાદ જિલ્લામાંથી ૭ પદયાત્રીઓ આ દાંડી યાત્રામાં જોડાયા છે.
૧૯૩૦ની ઐતિહાસિક દાંડી કૂચની જેમ જ આ પદયાત્રીઓ અસલાલી-નવાગામ-માતર-નડિયાદ-આણંદ-બોરસદ-કનકરપુરા-કારેલી જેવા સ્થળે રાત્રિ રોકાણ કરશે. ૧૨ માર્ચ ૧૯૩૦થી શરૂ થયેલી દાંડી યાત્રામાં છેક સુધી ભાગ લીધો હોય તેવા ૭૯ પદયાત્રીઓ હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter