અમદાવાદઃ રાજ્યમાં અત્યાર સુધી ૩૫.૬૬ ટકા વરસાદ થયો છે. ગત વર્ષે ૨ ઑગસ્ટ સુધી રાજ્યમાં ૪૨.૯૦ ટકા વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ ૭.૨૪ ટકા ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં ૩૬ ટકાની ઘટ છે. ગાંધીનગરમાં ૫૭ ટકા અરવલ્લીમાં ૫૪ ટકા સુરેન્દ્રનગરમાં ૫૨ ટકા તાપીમાં સરેરાશથી ૪૯ ટકા દાહોદમાં ૪૮ ટકા વરસાદની ઘટ છે. ૧૧ જિલ્લાઓમાં વરસાદની ૫૦ ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં ૯ વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે. ગુજરાતનાં ૨૦૭ જળાશયોમાંથી માત્ર ૪ જળાશય ૧૦૦ ટકા ભરેલાં છે. હાલમાં કુલ જળસંગ્રહ ૪૭.૨૬ ટકા છે. સરદાર સરોવર ડેમમાં ૪૬.૫૨ ટકા છે. ઉત્તર ગુજરાતમાં ૨૪.૫૦ ટકા મધ્યમાં ૪૨.૯૦ ટકા દક્ષિણમાં ૫૭.૦૮ ટકા કચ્છમાં ૨૩.૮૨ ટકા સૌરાષ્ટ્રમાં ૪૧.૦૭ ટકા પાણીનો સંગ્રહ છે. ૨૫ ડેમોમાં જ ૭૦ ટકાથી વધુ પાણી છે. ૯૪ જળાશયોમાં ૨૫ ટકા થી ઓછું પાણી છે.


