અમદાવાદઃ એન્કાઉન્ટર કેસમાં જામીન પર છૂટેલા પૂર્વ આઈપીએસ ડી. જી. વણઝારા ૨૨મી જૂને અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે આવ્યા હતા. ત્યાં તેમનો સન્માન સમારંભ હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યારે જો આતંકીઓનું એન્કાઉન્ટર ન કર્યું હોત તો તત્કાલીન મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અમે બચાવી શક્યા ન હોત.


