‘આને ઉપાડી લો અને બે નાંખો’: પબુભા

Wednesday 01st May 2019 06:50 EDT
 

જામનગર: ચૂંટણી પૂર્વે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક સભામાં દલીલ કરતા એક માણસ સામે પિત્તો ગુમાવી આને ઉપાડી લો અને બે નાંખો તેવું કહેતો વીડિયો વહેતો થયો છે. દ્વારકાના ગામમાં જાહેરસભા યોજાઈ હતી. જેમાં કહ્યું હતું કે, આ ચૂંટણી મોદી કે પબુભાની નથી, આ ચૂંટણી મારી અને તમારી છે. તેમ કહેતા કોઈ માણસે પ્રશ્ન કર્યો કે, તો પછી નરેન્દ્ર મોદીનું શું કામ નામ લીધું? જેનો જવાબ પબુભાએ આપ્યો હતો છતાં માણસે સામે દલીલ કરતા પબુભાએ પિત્તો ગુમાવ્યો હતો અને કહ્યું કે, કોંગ્રેસ પાસેથી પૈસા લીધા છે? આને ઉપાડી લો અને બે નાંખો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter