મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વ હેઠળની સરકારના પાંચ વર્ષ પૂરા થતાં ‘આપણી સરકારમાં સૌના સાથ, સૌના વિકાસ’ના થીમ સાથે રાજ્યમાં ૧ થી ૯ ઓગષ્ટ સુધી ૧૮ હજાર સ્થળોએ ૧૫ હજાર કરોડથી વધુના સેવાકીય કામો, યોજનાના લાભો અંગેના કાર્યક્રમોનો આરંભ થયો છે. ઊજવણીના પ્રથમ દિવસે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘જ્ઞાનશક્તિ દિવસ’માં શિક્ષણ સુવિધાઓના લોકાર્પણ-ખાતમૂહુર્ત તેમજ સહાય વિતરણનો મહાત્મા મંદિર, ગાંધીનગરથી આરંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપ પ્રદેશપ્રમુખ સી. આર. પાટીલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યપ્રધાનના અગ્ર સચિવ કૈલાસનાથન સહિત શિક્ષણ જગતના અગ્રણીઓ લાભાર્થી યુવા છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.


