હિન્દુઓની આસ્થાના કેન્દ્રસમાન ભગવાન શ્રીરામની જન્મભૂમિ અંગે સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો ઐતિહાસિક અને એક શકવર્તી ઘટના છે. આવનારી અનેક પેઢીઓ માટે આજનો દિવસ યાદગાર બની રહેશે. સુપ્રીમ કોર્ટના એ ચુકાદાને આવકારતા ખૂબ હર્ષ થાય છે. અમારા ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે શ્રીરામજન્મભૂમિ માટે વર્ષો સુધી પ્રાર્થના કરીને ધૂન કરી છે. મહાન સંતો અને કરોડો લોકોની પ્રાર્થના અને શ્રદ્ધા ફળીભૂત થઈ છે. ભારતના તમામ પ્રજાજનોએ શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાની ભાવના સાથે ચુકાદાને આવકાર્યો છે તે ભારતીય પ્રજાનું ખમીર દર્શાવે છે. સમગ્ર વિશ્વ સમક્ષ આપણે એકતા, સંવાદિતા અને પરસ્પર આદરનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડીને આપણા આ ગૌરવને વધારીએ એ જ સૌને નમ્ર અપીલ છે.
- મહંત સ્વામી મહારાજ, બીએપીએસ


