‘કામના બોજથી થાકી ગયો છું’ઃ એલડીના પ્રોફેસરની આત્મહત્યા

Thursday 13th April 2023 06:30 EDT
 
 

ગાંધીનગર: શહેરના સેક્ટર-2માં રહેતા અને અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસ૨ નિમેષ શાહે સોમવારે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પ્રોફેસરે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, વધુ પડતાં કામના ભારણથી થાકી ગયો હોવાથી આપઘાત કરી રહ્યો છું. તેમણે એમ પણ લખ્યું હતું કે, મારા મૃત્યુ માટે હું પોતે જવાબદાર છું, મારા અગ્નિ સંસ્કાર મિત્ર અને કુટુંબી ભાઈ પાસે કરાવજો. પ્રોફેસર નિમેષ શાહનાં પત્ની રૂપલ મર્ચન્ટ વ્યારાની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા છે, જ્યારે દંપતીનો એકમાત્ર પુત્ર કેનેડામાં અભ્યાસ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter