‘કેન્દ્રમાં કોંગ્રેસ તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે’

Wednesday 27th March 2019 07:28 EDT
 

મહેસાણાઃ રવિવારે મહેસાણા જિલ્લાના ભાજપ કાર્યકર્તાઓનું સંમેલન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયું હતું. મુખ્ય પ્રધાને કહ્યું કે, એક સમયે લતીફ, સંતોકબહેન અને ઈભલાના નામથી ઓળખાતા ગુજરાતમાં શાંતિ અને સલામતી પૂરી પાડી ભાજપની સરકારે ગાંધીના ગુજરાતની ઓળખ પાછી મેળવી છે. તેમણે કહ્યું કે, પુલવામાના આતંકી હુમલા બાદ નરેન્દ્ર મોદીએ સેનાને ખુલ્લી છૂટ આપી શહીદોનો બદલો લેવા સેનાને છૂટો દોર આપો. એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનના ઘરમાં ઘૂસી તેમનો ખાતમો બોલાયો છે. તેથી જો કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે અને ભાજપનો વિજય થશે તો ત્યાં માતમ છવાઈ જશે. મજબૂત ઈરાદા અને દેશહિતને પ્રાથમિકતા આપતા નરેન્દ્ર મોદીની છાતી ૫૬ ઈંચ નહીં ૧૫૬ ઈંચની છે. તેથી પાકિસ્તાન પણ ફફડી ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter