અમદાવાદઃ અમદાવાદ મુંબઈનાં પાંચ યુવાનોએ સાથે મળીને ‘કૌન બનેગા કરોડપતિ’ જેવી ‘કૌન બનેગા જ્ઞાની’ મોબાઇલ ગેમ તૈયાર કરી છે. આ ગેમ સંપૂર્ણ નિઃ શુલ્ક છે જે ‘પર્યુષણ સ્પેશિયલ કોન્ટેસ્ટ’ નિમિત્તે બનાવાઈ છે. આ મોબાઇલ ગેમનું લોન્ચિંગ થઈ ચૂક્યું છે અને આ ગેમમાં ૨૧,૦૦૦ પોઇન્ટ મેળવનારા પ્રથમ ૨૦૦ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવશે. પર્વાધિરાજ પર્યુષણનો ૬ સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ ગેમ પ્રત્યે પવિત્ર પર્વમાં યુવાનો આકર્ષાઈ તેવો હેતુ છે. આ ગેમ તૈયાર કરનારાઓમાંથી એક અમદાવાદનાં રૂપેશભાઈ વોરાએ જણાવ્યું કે, આજના ટેક્નોલોજીના આ ઝડપી સમયમાં મોબાઈલનો ઉપયોગ વિદ્યાર્થીઓથી માંડીને યુવાનો કરી રહ્યાં છે ત્યારે નવી પેઢીને ધર્મનું જ્ઞાન મળે તે માટે અમે ‘પર્યુષણ સ્પેશિયલ કોન્ટેસ્ટ’ તૈયાર કરી છે. જેમાં ૯૦ પ્રશ્નોની પ્રશ્નાવલિ તૈયાર કરી છે.
તેને માટે અમે ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત જયઘોષસૂરીશ્વરજી મ.સા. અને રત્નભાનુવિજયજી મ.સા.નો સંપર્ક સાધ્યો હતો. જેનાથી
બધા જ પ્રશ્નો એકદમ શુદ્ધ અને સ્પષ્ટ રહે. પાંચમીએ તેનું લોન્ચિંગ થયું હતું.

