‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે માત્ર રૂ. ૧૨.૫ કરોડ ખર્ચાયાઃ રૂપાણી

Tuesday 03rd March 2020 05:52 EST
 

ગાંધીનગરઃ અમદાવાદમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના માનમાં યોજાયેલા કાર્યક્રમ ‘નમસ્તે ટ્રમ્પ’ પાછળ ગુજરાત સરકારે અંદાજે રૂ. ૧૦૦ કરોડનો ખર્ચ કર્યો હોવાનો અંદાજ હતો. ટ્રમ્પે ૩.૨૦ કલાક અમદાવાદને ફાળવ્યા હતા તેની પાછળ પ્રતિ મિનિટ આશરે રૂ. ૫૦ લાખ ખર્ચાયાનો ટોણો રાજ્ય સરકારને મારવામાં આવ્યો હતો.  પત્ની-પુત્રી-જમાઇ સહિત કુલ ૭૦ જણાના પ્રતિનિધિ મંડળ સાથે ટ્રમ્પે અમદાવાદ મુલાકાતને કુલ ૧૮૦ મિનિટ ફાળવી હતી. વારંવાર ટોણા બાદ મુખ્ય પ્રધાન રૂપાણીએ તાજેતરમાં કહ્યું છે કે, ટ્રમ્પની અમદાવાદ મુલાકાત માટે રાજ્ય સરકારે માત્ર રૂ. ૮ કરોડ અને અમદાવાદ મહાપાલિકાએ રૂ. ૪.૫ કરોડ ખર્ચ્યા છે. રૂપાણીએ ગૃહમાં આ આંકડો આપતાં આશ્ચર્ય ફેલાઈ ગયું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter