મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજયુએશન માટેની નીટ (નેશનલ એલિજીબિલિટી કમ એન્ટરેન્સ ટેસ્ટ) પીજી-ર૦૧૮નું પરિણામ જાહેર થઇ ચૂકયું છે. દેશભરમાંથી ૧.ર૮ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી રાજકોટના રચિત અગ્રવાલે ૧ર૦૦માંથી ૯૭૫ માર્કસ મેળવી પરીક્ષામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. રચિત અગ્રવાલના પિતા ડો. દિલીપ અગ્રવાલ આંખના સર્જન છે અને માતા આરતીબહેન ગૃહિણી છે.


