‘પાકિસ્તાનના એફ-૧૬ વિમાન સાથેનો મિસાઇલનો ટુકડો પુરાવારૂપે આપેલ છે’

Wednesday 10th April 2019 06:37 EDT
 
 

ગાંધીનગરઃ દેશના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને સાતમીએ સાંજે ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના પ્રબુદ્ધ સંમેલનમાં ભારતીય એર સ્ટ્રાઇકને જુઠ્ઠી સાબિત કરતા અમેરિકન મેગેઝિનના રિપોર્ટ બાબતમાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, કાલે (છઠ્ઠીએ) ફરી વાયુસેનાએ બાલાકોટની એર સ્ટાઇક સંદર્ભે નિવેદન જારી કર્યું છે, એટલું જ નહીં, પાકિસ્તાનના તોડી પડાયેલા એફ-૧૬ના ઇલેક્ટ્રોનિક સિગ્નેચરનો પુરાવો પણ જાહેર કર્યો છે, સાથો સાથ, એફ-૧૬માંથી છૂટતી મિસાઇલનો ટૂકડોય સાબિતીરૂપે પેશ કર્યો છે.
આના પરથી એવો સંકેત મળે છે કે અમેરિકન મેગેઝિનના લેખમાં કોઈ આધાર પુરાવા અપાયા ન હતાં એ સ્પષ્ટ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter