અમદાવાદઃ ભરવાડ સમાજના યુવાનો દરેક ક્ષેત્રે આગળ વધે તે ઉદ્દેશ સાથે અમદાવાદમાં ‘ભરવાડ યુવા સંગઠન’ની સ્થાપના કરાઈ છે. ભરવાડ યુવાનો પ્રશિક્ષિત થાય, રોજગારી મેળવે, શિક્ષણ પૂરું કરે તેમજ તેમને આરોગ્યલક્ષી સહાય મળી રહે તે માટે ભરવાડ સમાજ દ્વારા ‘ભરવાડ યુવા સંગઠન’ની સ્થાપના થઈ છે. તેવું સંગઠનના ઉપાધ્યક્ષ મેહુલ ભરવાડે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, સંગઠન દ્વારા સમાજના યુવાનો માટે યુવા રોજગાર યોજના શરૂ કરાઈ છે. સંગઠનની રચના સાથે સમાજના ૧૫૧ યુવાનોને મહિન્દ્રા બોલેરો મેક્સી પ્લસ ગાડી એક પણ રૂપિયો ડાઉન પેમેન્ટ લીધા વગર આપવામાં આવી છે. સમાજ દ્વારા આગામી દિવસોમાં આવા કાર્યક્રમો વડોદરા, સુરત સહિત અન્ય શહેરોમાં પણ યોજાશે.

