અમદાવાદઃ ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના ષષ્ઠીપૂર્તિ સમારોહની ૩૧મીએ પૂર્ણાહુતિ થઈ હતી. આ નિમિત્તે યોજાયેલા સંત સંમેલનને સંબોધતાં પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે જણાવ્યું કે, ધર્મમાં રાજનીતિ નહીં પરંતુ રાજનીતિમાં ધર્મના પ્રવેશની જરૂર છે. સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ભાઇશ્રીની ષષ્ઠી પૂર્તિ નિમિત્તે ૪ કલાકની પૂજા વિધિ થઈ હતી. તેમાં કુલ ૧૨૪ પંડિતોએ ૧૦૮ કળશના પાણીથી ભાઇશ્રીનો અભિષેક કર્યો હતો.
કન્વેન્શન હોલમાં યોજાયેલા સંમેલનમાં મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણી, લોહાણા સમાજના અગ્રણી પ્રવીણભાઇ કોટક (ઇસ્કોન ગ્રૂપ), જગદગુરુ હંસદેવાચાર્ય, જૈનાચાર્ય લોકેશમુનિ, વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજ, અવિચલદાસજી મહારાજ, મુક્તાનંદજી મહારાજ, પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન, કેશુભાઇ પટેલ, વરિષ્ઠ પ્રધાન નિર્મલાબહેન વાઘવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.


