જૂનાગઢઃ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં શહીદ દિવસ નિમિત્તે ૨૩મીએ આવેલા નિવૃત્ત મેજર જનરલ જી. ડી. બક્ષીએ ભારત - પાકિસ્તાન તંગદિલી અને યુદ્ધ વિશે અંગત મત આપતા જણાવ્યું કે, પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતે અમેરિકાના દબાણ હેઠળ પાકિસ્તાન સાથે પૂર્ણ યુદ્ધ કર્યું નહીં.
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં ૨૩ માર્ચના શહીદ દિવસે વેટરન્સ ઈન્ડિયા દ્વારા ‘આપ કે હવાલે વતન’ કાર્યક્રમ યોજાયો હતો. નિવૃત્ત મેજર જનરલ જી. ડી. બક્ષીએ કહ્યું હતું કે, પુલવામામાં હુમલા પછી ભારતે અમેરિકાના દબાણમાં પાકિસ્તાન સાથે પૂર્ણ યુદ્ધને બદલે માત્ર એરસ્ટ્રાઈક કરી હતી. તાલિબાન સાથે અમેરિકાની વાટાઘાટમાં પાકિસ્તાન વચ્ચે છે એટલે અમેરિકા ભારત - પાકિસ્તાન યુદ્ધ ઈચ્છતું નથી. એર સ્ટ્રાઈક અંગેના પુરાવા માગતા નેતાઓ અંગે જણાવ્યું હતું કે, આ બાબત યોગ્ય નથી. સામ પિત્રોડાના નિવેદનની તેઓએ ટીકા કરી હતી.
ચીનના ટેકાથી આતંકી મસૂદ અઝહર આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર થયો નહીં. તેથી દરેક ભારતીયએ ચીનના સામાનનો બહિષ્કાર કરવો જોઈએ. ૩૭૦ની કલમ પણ તાકીદે રદ્દ થવી જોઈએ.

