અભિનેત્રી કંગના રાણાવત પોતાની અપકમિંગ ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ કવીન ઓફ ઝાંસી’ના સેટ પર શૂટિંગ કરી રહી હતી ત્યારે તલવારબાજીના એક દૃશ્ય વખતે કંગનાને માથા પાસે તલવારની ધાર વાગી હતી અને તેની આંખની બાજુમાંથી લોહી નીકળી આવ્યું હતું. કંગનાને તુરંત જ હોસ્પિટલ લઇ જવાઇ હતી અને તેના ચહેરા પર પંદર ટાંકા લેવા પડયા છે.
ઉલ્લેખનીય દિગ્દર્શક ક્રિશે કંગનાને બોડી ડબલના ઉપયોગની સલાહ આપી હતી પરંતુ અભિનેત્રીએ આ સ્ટન્ટ પોતે જ ભજવવાની તૈયારી દાખવી હતી. કંગના આ દૃશ્ય પોતાના કો-સ્ટાર નિહાર પંડયા સાથે ભજવી રહી હતી જેમાં તલવાર વીંઝાતા તેને ઇજા થઇ હતી. સેટ પર હાજર લોકોએ કહ્યું છે કે, એક એકશન દૃશ્ય દરમિયાન કંગના ઘાયલ થઇ ગઇ હતી અને તેને તરત જ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આઇસીયુમાં હાલ અભિનેત્રીની સારવાર ચાલી રહી છે.


