અમદાવાદઃ પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજીનામું આપવાની વાત વહેતી કર્યા પછી સાબરકાંઠાના પોશીમાં પ્રવેશોત્સવ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મુખ્ય પ્રધાન બદલાવાના છે તેને લઈ હાર્દિક પટેલે સાવ જુઠ્ઠાણું ચલાવ્યું છે. હાર્દિકને એટલી પણ ખબર પડતી નથી કે રાજીનામું કેબિનેટ મિટિંગમાં નહિ પરંતુ રાજભવનમાં જઈને આપવાનું હોય છે. રાજીનામું આપવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. રાજ્યમાં અસ્થિરતા ફેલાવવા આવી અફવા ફેલાવાય છે, હાર્દિક મીડિયામાં ચમકવા માટે આવું કરી રહ્યો છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ આ મામલે કહ્યું કે હાર્દિક મીડિયામાં ચમકવા હવાતિયા મારે છે.


