‘રંગલો’ જયંતી પટેલની ચીરવિદાય

Wednesday 29th May 2019 06:34 EDT
 

અમદાવાદઃ ગુજરાતી નાટ્યભૂમિક અને નાટ્ય સાહિત્યના ક્ષેત્રે અદકેરું પ્રદાન કરનારા અને તેમનાં કિરદારના કારણે ‘રંગલો’ તરીકે લોકપ્રિય થયેલા જયંતી કાલિદાસ પટેલનું અવસાન થતાં ગુજરાતી રંગમંચની દુનિયામાં શૂન્યમનસ્કના છવાઈ ગઈ છે. ૧૯૪૨માં સ્વતંત્રતા આંદોલનમાં પગમાં ગોળી વાગતાં અને બે મહિના પથારીવશ રહેવા છતાં ગોળી શરીરમાં જ રહી, પરિણામે તેઓ હંમેશાં પોતાને જીવતો શહીદ ગણાવતા હતા. રંગલો રાજા, મુંબઈનો માળી, સરવાળો બાદબાકી નેતા અભિનતા, મારા અસત્યના પ્રયોગો જેવા યાદગાર નાટકો તેમણે આપ્યાં હતાં. તેઓ અદાકાર ઉપરાંત નિર્દેશક અને વિવેચક પણ હતા. તેમના પરિવારમાં હવે પત્ની શારદાબહેન, બે પુત્રીઓ નિવેદિતા, વર્ષા અને પુત્ર નિલેશ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter