મહેસાણાઃ વિશ્વભરના કડવા અને લેઉવા પટેલ સમાજને સંગઠિત કરવા ઊંઝામાં ઉમિયાધામમાં ૨૯મીએ કડવા અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી. બેઠકમાં ખોડલધામના અગ્રણી નરેશ પટેલે કહ્યું હતું કે, રાજકીય કે અધિકારી સ્તરે પાટીદારોની ક્યાંય નોંધ લેવાતી નથી. આ સાથે તેમણે સરકારી નોકરીઓમાં ક્લાર્કથી માંડી કલેકટર સુધી પાટીદારનો દીકરો કે દીકરી હોવી જોઈએ અને રાજકારણમાં પણ જ્યાં પણ અધિકાર છે ત્યાં આપણો ભાઈ બેઠો હોવો જોઈએ તેવું નિવેદન કર્યું હતું.

