આદિજાતિ અને વન વિકાસ પ્રધાન ગણપતભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પર કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જો શિવનો અવતાર હોય તો ૫૦૦ ગ્રામ ઝેર પી બતાવે. વસાવાનું નિવેદન ખૂબ ચર્ચાસ્પદ બન્યું હતું. બાબેન ગામે વિજય સંકલ્પ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી પણ હાજર હતા. ત્યાં વસાવાના સોશિયલ મીડિયાના કિસ્સાની અંગે ચર્ચા થતાં કહેવાયું કે, રાહુલ ગાંધીને કોંગ્રેસીઓ સાક્ષાત શિવજીનો અવતાર ગણાવે છે. કોંગ્રેસ તેમના નેતાને ૫૦૦ ગ્રામ પીવડાવો, સામી ચૂંટણીએ બચી જાય તો અમે માનીશું કે સાક્ષાત શિવજીનો અવતાર છે.

