અમદાવાદ: રેરા (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) રજિસ્ટ્રેશન નંબર નહીં હોય તો હવે બિલ્ડરો દસ્તાવેજ કે રજીસ્ટર્ડ બાનાખત કરી શકશે નહીં. રાજ્ય સરકારે જારી કરેલો પરિપત્રને લઈને આ નિયમ અમલી કરી દેવાયો છે. આના કારણે હવે દસ્તાવેજ કર્યા બાદ પણ એકનો એક ફ્લેટ અન્યને વેચી મારવાના કિસ્સા અટકશે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. લેભાગુ બિલ્ડરો પણ આના કારણે ઘટી જશે. રાજ્ય સરકારના આ નિર્ણયને ગાહેડે પણ આવકાર્યો છે.
બિલ્ડરો દ્વારા ખરીદદારના નામે જે બાનાખત કરાવી આપવામાં આવે છે તેમાં હવે પ્રથમ પાને જ ફરજિયાત ડેવલપરનો રેરા રજિસ્ટર્ડ નંબર લખવો ફરજિયાત છે.
કોઈ પણ ગ્રહક મકાન ખરીદે ત્યારે બિલ્ડરે નિયત નમૂના પ્રમાણેનો રજીસ્ટર્ડ બાનાખત કરી આપવાનો હોય છે. જે સબ-રજીસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવવો પડે છે.


