‘વિરોધ કરનારા દેશવિરોધી ન ગણાય, વિરોધ તો લોકશાહીનો સેફ્ટી વાલ્વ’

Friday 21st February 2020 07:42 EST
 

અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટના ઓડિટોરિયલ હોલમાં ૧૬મી ફેબ્રુઆરીએ આયોજિત એક કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી વાય કે ચંદ્રચૂડે સંબોધનમાં કહ્યું કે, લોકશાહીનું ખરું મૂલ્યાંકન સરકારી સંસ્થાઓના આધારે નહીં, પરંતુ દેશમાં લોકોના અવાજને સન્માનપૂર્વક કેવી રીતે સાંભળવામાં આવે છે અને ગણવામાં આવે છે તેના આધારે થઈ શકે છે. દેશમાં જ્યારે, સીએએ, એનઆરસી અને એનપીઆરના મુદ્દા પર વિરોધ ચાલે છે, ત્યારે તેનો ઉલ્લેખ કર્યા વગર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું છે કે, જો કોઈને વર્તમાન કાયદા સામે વાંધો હોય તો, તે કાયદાની મર્યાદામાં રહીને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી શકે છે. આ પ્રકારના વિરોધને દેશવિરોધી કે લોકશાહી વિરોધી કહી શકાય નહીં.

લોકશાહીમાં વિરોધ એ સેફ્ટી વાલ્વ સમાન છે, જે વિરોધની માત્રાને ધીમે ધીમે રજૂ કરે છે. કોઈ પણ વ્યક્તિએ વિરોધને આવકારવો જોઈએ. આ બાબત, ત્રાહિત વિચારને પ્રોત્સાહિત કરે છે. સરકારી મશિનરીનો ઉપયોગ કરીને વિરોધી મંતવ્યો દબાવી દેવાની માનસિકતા ઉચિત નથી. આ વલણ, શાંત વાતાવરણમાં ડર અને ઉશ્કેરાટ ભર્યું વાતાવરણ સર્જશે. જેથી, કાયદાનો ભંગ થશે અને બંધારણના બહુલવાદ સમાજના દૃષ્ટિકોણથી અલગ રાહ પર જઈશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter