અમદાવાદ: સામાન્ય વ્યક્તિઓથી લઇ સેલિબ્રિટીઓમાં કોરોના વાઇરસ ઝડપથી ફરી ફેલાઇ રહ્યો છે. રણબીર કપૂર, સંજય લીલી ભણશાલી, મનોજ વાજપેયી અને આશિષ વિદ્યાર્થી પછી હવે મયુર વાકાણીનું નામ આ યાદીમાં સામેલ થઇ ગયું છે.
ટેલિવિઝન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સુંદરનું પાત્ર ભજવનાર મયુર વાકાણી કોરોનાગ્રસ્ત થયા છે. તેઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. મયુર વાકાણી મુંબઇમાં શૂટિંગ પૂરુ કરીને અમદાવાદ પરત ફર્યા હતા, ત્યારે તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અભિનેતા અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
એક વેબસાઇટ સાથેની વાતચીત દરમિયાન વાકાણીએ જણાવ્યું હતું કે, મને તાવ આવતો હતો, હાલની પરિસ્થિતિ જોઇને મારે કોઇ જોખણ ઉઠાવવું નહોતું, મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હું હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છું.


