કરનાળીઃ સરદાર સરોવર ડેમ પાસે બની રહેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સુધી પહોંચવા અત્યારે સડક માર્ગ જ છે. હવે, ત્યાં સુધી જવા ૫૦ કિમી લાંબો રેલવે ટ્રેક પણ બનશે. રેલવે બોર્ડના આ પ્રસ્તાવને નીતિ આયોગની મંજૂરી મળી ચૂકી છે. હવે રેલવે બોર્ડની બેઠકમાં તેને મંજૂરી આપી મળ્યા પછી રેલવે લાઇન પાથરવાનું કામ શરૂ થઈ જશે. રેલવે ચાંદોદથી કેવડિયા સુધીની ૩૩ કિમીની નવી રેલવે લાઇન પાથરશે. ડભોઈથી ચાંદોદ સુધીની નેરોગેજ લાઈનને બ્રોડગેજમાં તબદીલ કરાશે.

